તકદીરની રમત - ભાગ 3

  • 398
  • 142

"સોરી પ્રણય, હું ઘર છોડીને જઈ રહી છું."૨ મિનીટ સતત પ્રણયનાં મનમાં આ જ વાક્ય ઘૂમ્યાં કર્યું. આંખોમાં આંસુ કેમેય કરીને રોકાતા નહોતા. પહેલાં ઈશાન, અને હવે ક્રિષ્નવી પણ એને આ રીતે છોડીને જતી રહેશે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું.હિમ્મંત કરીને તેણે લેટર આગળ વાંચ્યો,"હું જઉં છું, કારણકે આ ઘરમાં હવે રહેવું મારી માટે અસહ્ય છે. મને બધી બાજુ ઈશાન ના હોવા છતાંય દેખાયા કરે છે. એનું એ ખિલખિલાટ હાસ્ય, એનું 'મમ્મા મમ્મા' કહીને મને બોલાવ્યાનાં ભણકારા વાગે છે.તું તો જાણે હાજર હોવા છતાંય અમારી સાથે ઘણાં સમયથી હતો જ નહી. એટલે તારી સાથે અને ખાસ તો ઈશાનની ગેરહાજરી સાથે