વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૫ ચંદનનું ઝાડ

  • 588
  • 268

૪. ચંદનનું ઝાડએક વૈવિધ્યસભર સંસ્કૃતિના સમન્વય સ્વરૂપ, બહુરંગી દેશની ધરાના દક્ષિણ ભાગ પર, રાત્રિના સમયે ચંદ્રના આછાં અજવાળામાં એક ઘરડાં વ્યક્તિ હરિહરન  કુટ્ટી અને તેની સાથે તેનો કિશોર વયનો પૌત્ર ગોપલન કુટ્ટી છે. બંને પગપાળા એક ગામથી બીજે ગામ ગામડાના ધુળીયા માર્ગે આગળ વધી રહ્યા છે. એક જગ્યા એ અચાનક જ વાતાવરણમાં ચંદનના વૃક્ષની સુગંધ મહેકી ઉઠી. ગોપલન કુટ્ટીએ ઊંડો શ્વાસ લઈ, આસપાસ નજર ફેરવી જોયું અને આશ્ચર્ય પૂર્વક તેના દાદાને પૂછ્યું,"દાદા ચંદનની સુગંધ! પણ અહીં ક્યાંય ચંદનનું વૃક્ષ તો દેખાતું નથી અને જંગલો પણ અહીંથી ખાસ્સા દૂર છે તો આ સુગંધ ક્યાંથી આવે છે?"દાદાએ હસીને તેની સામે જોયું, પછી રસ્તાની