૪. ડોમોવોયઆપણાં ગામડાંઓમાં રસોઈ બનાવ્યા પછી ચૂલામાં અગ્નિદેવતાને અર્ધ્ય રૂપે થોડું રાંધેલું અન્ન આપવાનો રિવાજ છે. કંઈક આવી જ માન્યતા રશિયામાં પણ છે, પણ ત્યાં અગ્નિદેવતા કે અર્ધ્ય નહીં, એક જુદી વિચારધારા છે—ચૂલા સાથે જોડાયેલી. રશિયામાં એવું માનવામાં આવે છે કે દરેક ઘરના ચૂલા પાછળ એક નાનકડો, દાઢીવાળો ડોમોવોય રહે છે—પૂર્વજની આત્મા, જે ઘર અને પરિવારની રક્ષા કરે છે. લોકો તેને ખુશ રાખવા રોટલી કે અન્નનો ટુકડો ચૂલા પાસે મૂકે છે.અઢારમી સદીમાં સાઇબિરિયાના એક નાનકડા ગામમાં ઈવાન નામનો ખેડૂત રહેતો હતો. તે ગરીબ હતો, પણ પત્ની નતાશા અને બે બાળકો સાથે ખુશહાલ જીવન જીવતો હતો. તે રોજ સાંજે ચૂલા પાસે અડધી