વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૩ શ્રાપિત બેલ

  • 790
  • 386

૩ શ્રાપિત બેલઇટાલીના વેનીશ શહેરની પાસે લગૂનની ખાડીમાં એક ટાપુ આવેલો છે— પોવેગ્લિયા. આ ટાપુ પર હાલ કોઈ માનવ વસ્તી નથી અને તે ભૂતિયા ટાપુ તરીકે નામચીન છે. પણ એક સમયે ત્યાં માનવ વસાહત હતી અને તે વેપારના એક મુખ્ય સ્થળ તરીકે પ્રખ્યાત પણ હતું.વાયકાઓની ઘટમાળ શરૂ થઈ અઢારમી સદીના મધ્ય ભાગથી. અને એ ઘટમાળના કારણ સાથે જોડાયેલો હતો એક બેલ ટાવર! પોવેગ્લિયા ટાપુ પર એક ચર્ચ હતું અને આ ચર્ચ ઉપર એક વિશાળ બેલ લટકાવેલો હતો. આ બેલ ખાસ હતો કારણ કે તેને કોઈક સ્થાનિક કારીગરે બનાવ્યો હતો અને તેમાં ધાતુ તરીકે ટાપુ પરના ખોદકામ દરમિયાન મળેલા સિક્કાઓનો ઉપયોગ