૨. ઓકીકુભૂતકાળમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો નદીઓ, વાવો, કૂવાઓ અને તળાવો હતા. આ સ્ત્રોતો સાથે મોટાભાગે કોઈ ને કોઈ લોકવાર્તા જોડાયેલી હોય છે. ગુજરાતમાં આવા વાવ, કૂવા કે તળાવો સાથે અનેક લોકવાર્તાઓ જોડાયેલી છે. રાણકી વાવ, અડીકડી વાવ અને નવઘણ કૂવો, સાહિત્ય ક્ષેત્રે અનેક અને મે લખેલી જાની વાવની કથા, ભૂતાવળ તળાવ વગેરે.નાનાં ગામડાંઓ કે નગરોના વાવ અને કૂવાઓ આવી વાર્તાઓનું મુખ્ય ઉદ્ગમ સ્થાન બનતા હતા. પણ આવી લોકવાર્તાઓ ફક્ત ગુજરાત કે ભારત પૂરતી મર્યાદિત નથી—તે સર્વવ્યાપી છે.વિશ્વભરમાં અનેક વાવ કે કૂવાઓ સાથે આવી અસંખ્ય લોકકથાઓ પથરાયેલી પડી હોય છે. આ કથાઓ એક મુખેથી બીજા મુખ સુધી પહોંચતી, લોકજીભે જીવંત