૧. જેડની મૂર્તિઆજથી ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ચીનમાં સોંગ રાજવંશનું શાસન હતું, ત્યારે યુનાન પ્રાંતમાં વર્તમાન ડાલી શહેરની નજીક શિલીન નામનું એક ગામ હતું. રમણીય પર્વતો અને જંગલોથી ઘેરાયેલું આ ગામ તેની આસપાસના જંગલમાં મળતા જેડના પથ્થરો માટે જાણીતું હતું. અનેક કલાકારો અને મૂર્તિકારો આ પથ્થરો લઈ આવતા, તેમાંથી કલાત્મક વસ્તુઓ કે મૂર્તિઓ ઘડતા અને તેનો વેપાર કરી પોતાનું જીવન ચલાવતા હતા.લી ઝેન પણ એક આવો મૂર્તિકાર હતો. તે આ પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવી બે પૈસા કમાતો અને પોતાનું પેટ ભરતો. એક દિવસ લી ઝેનને ગુફામાં એક સુંદર લીલા રંગનો પથ્થર મળ્યો. તેને જોઈને તે ખુશ થઈ ગયો અને તેણે તેમાંથી