તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1

  • 522
  • 178

આજે રવિવારની સાંજે રોહન અને પ્રિયાના ઘરે એમના જૂના સ્કૂલના દોસ્ત વિમિત અને નેહા મળવા આવ્યા હતા. સ્કૂલના ગ્રુપમાંથી બધા એકબીજાથી છૂટા પડી ગયા હતા—કોઈ લગ્નના લીધે, કોઈ કામના લીધે, કોઈ વિદેશ ભાગ્યું, તો કોઈ બીજા શહેરમાં ગોઠવાઈ ગયું. પણ આ ચાર જણ—રોહન, પ્રિયા, વિમિત, નેહા—અમદાવાદમાં જ ટકી ગયા. રોહન ને પ્રિયાની લવ મેરેજ થઈ, ને વિમિત ને નેહા પણ એકબીજાને ડેટ કરતાં કરતાં લગ્ન સુધી પહોંચી ગયા. ઉપરથી રોહન ને નેહા એક જ કંપનીમાં કામ કરતા હતા, એટલે આ ચારેયની દોસ્તી સ્કૂલના દિવસો જેવી જ ગાઢ રહી. દર મહિને એક વાર આમ ભેગા મળવાનું ચાલતું—ક્યારેક રોહનના ઘરે, ક્યારેક વિમિતના