આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા જેને તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈને કહી નહોતી. તે આત્મકથા તેને એક પેપર પર ખોલી દીધી અને તે પેપર પુસ્તક બની બધાની હાથમાં હતું. બધાને તેની આત્મકથા વાંચવાની..તેના વિશે જાણવાની ઘણી મહેચ્છા હતી. કેમ કે તેનું આખુ જીવન એક રહસ્યમય અને ગૂંચવણ ભરેલું હતું. તેના જીવન વિશે જાણવાની લોકોની એટલી જ તાલાવેલી હતી જેટલી તાલાવેલી મહિનાની પહેલી તારીખે પગાર આવવાની હોય છે. એટલે જ્યારે તેને પોતાની આત્મકથા લખવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે કેટલાય પબ્લિશર તેને દરવાજે ટકોરો મારી