પછી આહુતિ તૈયાર થઈ રસોડામાં જાય છે અને યજ્ઞેશ પણ પોતાની દિનચર્યા શરૂ કરે છે. થોડીવાર બાદ યજ્ઞેશના ફોનની રિંગ વાગે છે. આહુતિ ફોન રિસીવ કરે છે. સામેથી અવાજ આવે છે. હેલો હું યજ્ઞેશ વસાવડા સાથે વાત કરું છું ? ના હું તેમની વાઈફ બોલું છું, આહુતિ બોલી. હું પંકજ ગોયલ વાત કરું છું શું હું તેમની સાથે વાત કરી શકું ? આહુતિ - ના એ કામમાં છે શું હતું ? મને કહો હું કહીશ તેમને. ગોયલ - હું તેમની સાથે એક ડિલ સાઈન કરવા માંગુ છું. આહુતિ - કંઈ ડિલ ? કેવી ડિલ ? ગોયલ - એ હું રૂબરૂમાં અથવા યજ્ઞેશને જ ફોન પર જણાવી શકું. આહુતિ - હમણાં