ભૂલ છે કે નહીં ? - ભાગ 30

  • 684
  • 356

હું આખા રસ્તે વિચારતી હતી કે તમને ડર લાગે છે કે હું તમને તમારા માતા પિતાથી અલગ કરી દઈશ. એટલે જ એ સિવાય બીજી કોઈ વાત ન કરી. આપણે ગામ તમારા ઘરે પહોંચ્યા. તમારા ઘરે તો તમારા માતા પિતા સિવાય કુટુંબીઓ અને આખા ફળિયાના લોકો હતા. હું તો જોઈને નવાઈ પામી કે આ બધું શું છે ? પછી તમે કહ્યું કે અહીં તો આવું જ ચાલે. કોઈ એક ઘરની ખુશી હોય તો બધા જ એમાં સામેલ હોય. મને એમાં કંઈ વાંધો ન હતો પણ જતા પહેલાં તમે એકવાર કહ્યું હોત કે આવું હશે તો મને આવો આંચકો ન લાગતે. ઘરમાં