સિંગલ મધર - ભાગ 6

  • 486
  • 186

"સિંગલ મધર"( ભાગ -૬)મેઘના મેડમ અને ઝંખના વાતો કરતા હતા એ વખતે પ્યુન આવ્યો.બોલ્યો.. ઝંખના મેડમ તમને મળવા માટે કોઈ વાલી આવ્યા છે.એ કહે છે કે એમને ઝંખના મેડમને મળવું છે.ઝંખના બોલી..આવવા દો..ઝંખનાએ મેઘના મેડમ સામે જોયું.બોલી.. હવે પેરન્ટ્સના બહાના જોજો. પોતાના સંતાનના અભ્યાસમાં કેર રાખતા નથી.મેઘના મેડમે ઈશારાથી ચૂપ રહેવા જણાવ્યું.એક દેખાવડો યુવાન દાખલ થયો.એ યુવાન બોલ્યો .. હું રોહનના ફાધર રાહુલ છું. આપનો ઈમેલ મળ્યો એટલે મળવા માટે આવ્યો. આવતીકાલે પેરન્ટ્સ મીટીંગ છે એ ખબર છે છતાં પણ આપને મળવા આવ્યો છું.‌આવતીકાલે હું આઉટ ઓફ સ્ટેશન છું. મારા વાઈફ આવશે.ઝંખના... ઓકે.. તમે રોહન નો રિપોર્ટ જોયો હશે. એનું