નિતુ - પ્રકરણ 100

  • 666
  • 400

નિતુ : ૧૦૦ (વિદ્યા અને નિકુંજ) વિદ્યાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી અને નિકુંજ તેને લઈને તેના ઘેર ગયો. પોતાની જાતને દોષી માનતી વિદ્યા નિકુંજ સાથે વધારે વાત ન્હોતી કરતી. એ જાણે કોઈ વિચારોમાં ખોવાયેલી હોય એમ જ મૌનમુક બેસી રહેતી. ઘરમાં આવ્યા પછી નિકુંજે જ બધી વ્યવસ્થા સંભાળવી પડી. તેણે ધીમે ધીમે વિદ્યાને નોર્મલ કરવાના બધા પ્રયત્નો શરૂ કર્યા. જેમ તેમ કરી તેણે બે દિવસ વિતાવ્યા. ખુરશી પર ઉદાસ બનીને વિદ્યા બેઠી હતી. માથાની ઇજા હજુ રૂઝાય નહોતી, એટલે પટ્ટી બાંધેલી જ હતી. હાથ પર ચડાવેલ બોટલોના નિશાન સાજા કરવા બેન્ડેડ લગાવેલ. ગુમસુમ અને ઉદાસ. બસ એક જ સ્થિતિ હતી એની પાસે.