ભગાલાલની વાતથી ડેલીમાં બેઠેલા દરેકજણ ભારે નવાઈથી ભગાલાલને તાકી રહ્યા. તખુભાએ આવડી મોટી કંપનીમાં ભાગ રાખવાનું મનોમન માંડી વાળ્યું. કારણ કે તખુભા જાણતા હતા કે લાંબા સાથે ટૂંકો જાય તો મરે નહિ પણ માંદો તો થાય જ! જાદવો, ખીમલો અને ભીમલો વધુ વિચારી શકવા સક્ષમ નહોતા. હુકમચંદ મુંજાયો હતો પણ એને ભગાલાલનો ભાગીદાર બનવાની ઈચ્છા હતી. "હવે આમાં તો આપડો કાંય મેળ નય પડે ભાય. એરપોર્ટ બનાવવાનું ને મોટી મોટી કંપનીયું હારે હરિફાયું કરવાનું આપડું કામ નય. ભગાલાલ તમે ટાઢું ઉનું કરીને બેહો ઘડીક. પસી તમતમારે હુકમસંદને ભાગીદાર બનાવી દેજો. આપડું આમાંથી રાજીનામુ છે હો ભાય. આપડે ભલા ને આપડા