પ્રકરણ - ૭ સ્પર્ધા અને પ્રયાણબીજે દિવસે પ્રભાતના કિરણો એટલાન્ટિક મહાસાગરની સપાટી પર પથરાયાં હતાં. સાગરની સપાટી સ્વર્ણ રંગે ચમકી રહી હતી, અને એ સ્વર્ણ રંગની સપાટી પર બે જહાજો એકબીજાને પડકાર કરતાં ઊભાં હતાં. એક જહાજની કાળી ધજા પર સફેદ રંગનો જમૈયો ધરાવતો હાથ હતો, જ્યારે બીજા જહાજની લાલ ધજા પર પીળા રંગની ખોપરી અને તેની નીચે ક્રોસ આકારનાં બે હાડકાંની આકૃતિ હતી.થોમસ એમિટીના તૂતક પર ઊભો રહી, તોફાની નખરાં કરતો હેન્રીને ચીડવી રહ્યો હતો. હેન્રી તેની બાલિશતા અને મસ્ત સ્વભાવ જોઈ હસી પડ્યો."હસે છે શું? સોનું તૈયાર રાખ્યું છે ને? લૂંટનું અર્ધું સોનું ક્યાંક ગુપ્ત કોઠારમાં દબાવી રાખ્યું