તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 3

  • 346
  • 86

તક્ષશિલાની હવામાં હજુ પણ યુદ્ધની ગરમી હતી. શહેરના દ્વાર તૂટી ગયા હતા, રસ્તાઓ પર લોહીના છાંટા પડેલા હતા.લોકોએ એકબીજાને અભિવાદન આપ્યા, કારણ કે યુદ્ધ જીતાયું હતું, પણ દરેકના ચહેરા પર ચિંતાની છાંટા હતી.સૌ જાણતા હતા કે શત્રુઓ પરાજય સ્વીકારી શકશે નહીં. તેઓ પાછા જરૂર ફરશે.મહાન ગ્રંથાલયની અંદર, આચાર્ય વરુણ, યુવરાજ આર્યન, વીર, અને તક્ષશિલાના કેટલાક મહત્વના વિદ્વાનો અને યોદ્ધાઓ આગળની રણનીતિ પર વિચાર કરી રહ્યા હતા.તક્ષશિલાની બહાર, એક ગુપ્ત સ્થળે શત્રુઓની બેઠક ચાલી રહી હતી."તમે સમજી ન શક્યા કે યુદ્ધ માત્ર તલવારથી જીતાતા નથી," એક ગર્ભિત અવાજે કહ્યું. "તક્ષશિલાને હિંમતથી નહિ, પણ બુદ્ધિથી તોડી શકાય.""તો હવે શું?" એક કમાન્ડરે પૂછ્યું."અમે