શ્યામ રંગ...લગ્ન ભંગ....21

  • 380
  • 140

ઢળતી સાંજમાં યાદોના ફૂલોથી એક સુંદર ગુલદસ્તાને બન્ને મિત્રો મળી સજાવી આજની સાંજને યાદગાર બનાવી રહ્યા હતા.કાલનો સૂર્યોદય આ બન્ને મિત્રોની સફરમાં એક નવુ નામ ઉમેરાવા જઈ રહ્યુ હતુ અને એ નામ હતુ અમન..           રિવરફ્રન્ટની એ પાળીએ બન્ને મિત્રોએ ખુલ્લા દિલે એકબીજાને આગળના ભવિષ્યની શુભકામનાઓ આપી.શુભેચ્છાઓ આપવા આરાધનાએ જ્યારે અનંતનો હાથ પકડ્યો ત્યારે બોલી ...    અરે, અનંત આવી ગરમીના સમયમાં તારો હાથ આટલો ઠંડો કેમ છે? આરાધના તેનો બીજો હાથ અનંતના હદય પર મૂકે છે, અનંતનુ હદય ફૂલ સ્પિડમાં દોડી રહેલી ટ્રેનની જેમ ધક...ધક..ધક...જોર જોરથી ધડકી રહ્યુ હતુ.   આ તારુ હદય આટલુ જોર જોરથી કેમ ધડકી