લવ યુ યાર પ્રકરણ-82લવ પોતાની બેગ લઈને ઉપર પોતાના બેડરૂમમાં ગયો અને હાથ પગ મોં ધોઈને નાઈટ ડ્રેસ પહેરીને જરા રિલેક્સ થયો અને બેડમાં આડો પડ્યો અને પોતાની મોમને મેસેજ કરવા લાગ્યો કે, "મોમ, હું શાંતિથી પહોંચી ગયો છું. મારી ચિંતા કરીશ નહીં." અને પછી તેની સામે જિદ્દી, મોં ઉપર બોલવાવાળી જૂહી આવી ગઈ અને તે બબડ્યો, "ટુમોરોવ હું એને એની બોટલ આપી આવીશ." અને તેણે ઉંડો શ્વાસ લીધો અને આરામ ફરમાવવા લાગ્યો બસ હવે તો સવાર પડજો વહેલી....હવે આગળ...દરરોજ કસરત કરવા ટેવાયેલો લવ આજે પણ વહેલો જ ઉઠી ગયો હતો પરંતુ ટ્રાવેલિંગ અને જેટલેગને કારણે તે થોડો પરેશાન હતો એટલે