આજે તેના આંસુ રોકાય તેમ નહોતાં..જાણે તે ઈશ્વર પાસે વર્ષો જૂનો હિસાબ માંગી રહ્યો હતો...અને તેના આ આંસુઓએ તેમજ તેની પરી માટેની નિઃસ્વાર્થ લાગણીઓએ... ઉપરવાળાના હ્રદયને પણ હચમચાવી મૂક્યું હતું...અને પ્રભુને પણ ખોવાયેલી માધુરીમાં ચેતના બનીને વસવાટ કરવા મજબુર કરી દીધા હતા...તેના સતત કાળજીભર્યા પ્રેમાળ સ્પર્શને કારણે માધુરીને એકદમથી ખેંચ આવવા લાગી...તે ઉછળવા લાગી...પરી તેને રોકવાની કોશિશ કરવા લાગી...અને શિવાંગ નર્સને બોલાવવા માટે માધુરીની રૂમની બહાર દોડી ગયો....કવિશા પોતાની કોલેજમાં પહોંચી અને ત્યાં તેની ફ્રેન્ડ પ્રાપ્તિ તેને આમ આટલી બધી લેઈટ આવેલી જોઈને વિચારમાં પડી અને તેને આમ મોડા આવવાનું કારણ પૂછવા લાગી..પ્રાપ્તિ, કવિશા અને દેવાંશ વચ્ચે બનેલી ઘણી બધી