બિલ્લી બંગલો - ભાગ 2

  • 516
  • 1
  • 218

       છોકરી ડરી જાય છે. તે ડરતા-ડરતા ભયાનક ચહેરાવાળા માણસના હાથમાં પાણીનું ડબલુ આપે છે. તે માણસ એક ક્ષણમાં બધું પાણી પી જાય છે. છોકરી ડબલુ પાછું કુવામાં નાખે છે અને પાણી ભરેલું ડબલુ બહાર કાઢીને પાછળ વળીને જુએ છે, તો ત્યાં કોઈ નથી. તે ભયાનક ચહેરો ગાયબ થઈ ગયો હોય છે.છોકરી આસપાસ નજર કરે છે, પણ કોઈ દેખાતું નથી. તે પાછી ગોજારા કુવામાં જુએ છે. બીક લાગતી હોવા છતાંય હિંમત કરી પોતે પાણી પી લે છે અને પછી બીજાઓ માટે લઈ જાય છે. મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે—આ શું છે? આ માણસ કે કંઈક બીજું? પણ તેને