દિલ ખાલી તો જીવન ખાલી ભાગ - 7 વિરાટના મામા વિરાટને ચાર પાંચ દિવસમાં અમદાવાદ આવવાનું કહીને નીકળી ગયા છે. હવે એક તો મમ્મીની અતિ ગંભીર બીમારી અને સામે મામા એ નોકરી ધંધા માટે અમદાવાદ આવવા જણાવેલ વાત. આ બે વાતોની વચ્ચે વિરાટ અત્યારે અંદરથી અતિશય વ્યથિત થઈ ગયો છે, આમાં હવે કરવું તો કરવું શું ?અંતે બીજો કોઈ રસ્તો નહિં સૂઝતા વિરાટ સંજયભાઈને મળીને કોઈ સલાહ લેવાનું નક્કી કરે છે. આમ તો વિરાટ એની મમ્મીની બીમારી વિશે કોઈને પણ જાણ કરવા માંગતો ન હતો, પરંતુ મામાની અમદાવાદ આવવાની વાત વચ્ચે આવી જતાં, એ મોટી ઉલઝનમાં આવી ગયો હતો, એટલે છેલ્લે એ એના મોટાભાઈ