લેખ:- શિક્ષિકા તરીકેની મારી સફરભાગ:- 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક શિક્ષક કેવો હોવો જોઈએ અને હું કેવી રીતે અને શા માટે શિક્ષિકા બની એ તો તમે અગાઉનાં ભાગમાં વાંચી જ લીધું છે. હવે જ્યારે મનગમતું કામ કરવા મળે ત્યારે આ લાલચુ માનવમન વધુ અપેક્ષા રાખે છે. એને આ કામમાં કદરની સાથે સાથે સફળતા પણ મળે એવી ઝંખના થવા માંડે છે. મને પણ થઈ. અને યોગાનુયોગ આ તક મળી પણ ગઈ. જોઈએ કેવી રીતે.......વ્યક્તિએ નાનપણથી જોયેલું સપનું જ્યારે પૂર્ણ થાય અને એમાંય જો એને અણધારી સફળતા મળે તો ચોક્ક્સ જ એ વ્યક્તિની મહેનત અને નિષ્ઠાનું ઉત્તમ ફળ મળ્યું કહેવાય. આ સમયે