મારા અનુભવો - ભાગ 35

(875)
  • 2.2k
  • 896

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 35શિર્ષક:- વાડકો વેચ્યોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 35. "વાડકો વેચ્યો."વૃંદાવનના નિવાસકાળની થોડી વાતો લખવા જેવી છે. એટલે ફરી પાછા ભૂતકાળમાં જઈશું.સ્વામીજી બીરગિરિજીએ મને થોડા જ દિવસમાં એક રૂમ રહેવા આપ્યો. એક મહિને એક રૂપિયાની પ્રાપ્તિ થઈ, તેમાંથી પેલા ‘લઘુકકૌમુદી'ના અઢી આના ચૂકવી દીધા તે આગળ નોંધ્યું છે. બાકીના પૈસામાંથી કેરોસીન, નાની દીવડી અને દીવાસળી લાવ્યો, જેથી રાત્રે ભણી શકાય. ખાસ કરીને સાંજે દીવાનો ઉપયોગ ન કરતો. કોઈ માર્ગ ઉપરની લાઇટ દ્વારા ભણી લેતો, પણ પરોઢિયે દીવાનો ઉપયોગ કરતો. જો બન્ને સમય દીવાનો ઉપયોગ કરું તો કેરોસીન વપરાઈ