મારા અનુભવો - ભાગ 34

  • 332
  • 100

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 34શિર્ષક:- કસાઈ સાથેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 34. "કસાઇ સાથે."સ્વામી માત્રાનંદજીનું આરોગ્ય કથળ્યું. તેમને રામકૃષ્ણ મિશનમાં દાખલ કરવા પડ્યા .ત્યારે મિશનપરમહંસથી દૂર હતું. તેમની દેખરેખ રાખવા તથા સેવા કરવા હું સાથે રહ્યો. હરિભજનદાસ અવારનવાર ખબર લઈ જતા અમારા ત્રણેની સ્થિતિ સાવ શૂન્ય જેવી હતી. વૃંદાવનમાં કેટલાક શ્રીમંત શેઠિયાઓ સાધુસંતોને સારું દાન કરતા, પણ મોટા ભાગે તેનો લાભ ધૂર્ત ઠગ, દંભી અને ગુંડા જેવા સંતવેશધારી લોકો લઈ લેતા. દાનની પ્રસિદ્ધિ મેળવ્યા પછી નબળા માણસોને અટકાવવા કઠિન થઈ જતું હોય છે. ઘન તો ગુપ્ત જ સારું. સાધુ વર્ગમાં, તેમાં