ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 5

  • 264
  • 86

પ્રકરણ -૫ ફેન્સીમાં સુધારોથોડીવાર પહેલાં થયેલા યુદ્ધ બાદ ફેન્સીને થયેલા નુકસાનનું આંકલન કરી સુકાન વિલિયમને સોંપી હેન્રી તૂતક પર ઊભી સમુદ્રમાં દૂર નજર કરતો કોઈક ઊંડા વિચારોમાં ગરકાવ હતો. એની દૃષ્ટિ સમક્ષ વારંવાર દુશ્મનના જહાજમાંથી છૂટેલો તોપગોળો આવતો હતો. જહાજની ઝડપ અને સંતુલન જાળવી રાખવા માટેના તમામ વિચારો એના મગજમાં ફરી રહ્યા હતા. સારી એવી વાર સુધી એ જ સ્થિતિમાં ઉભા રહી અનેક વિચારો કર્યા બાદ તેમણે તેના બધા જ સાથીદારોને બોલાવ્યા અને આદેશ આપ્યો;"ફેન્સીના દરેક ખૂણેથી બધો જ નકામો સમાન દૂર કરો! જૂના બેરલ, વધારાના લાકડા, ભારે દોરડાં જે કંઈ નકામું હોય એને ફેંકી દયો. યુદ્ધ દરમિયાન જહાજ તેજ