ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 4

  • 246
  • 96

પ્રકરણ - ૪ પ્રથમ લૂંટઆખરે, આઝાદી અને નવું નામ મળ્યાની ખુશી સાથે સમુદ્રની લહેરો પર નાચતું-કૂદતું એ જહાજ ફેન્સી કેપ વર્ડેના બંદરગાહમાં લંગરાયું. ફેન્સીમાં અન્ન-પાણીનો પુરવઠો ખૂબ ઓછો હતો. સમુદ્ર પર રાજ્ય સ્થાપવા જઈ રહેલા આ નાવિકો હજુ રંક જ હતા, એટલે નામમાત્રનો ખાદ્ય જથ્થો અને પાણીનો પુરવઠો ભર્યા બાદ થોડો વિશ્રામ કરી, હેન્રીએ નાવિકોને લંગર ઉપાડવાનો આદેશ આપ્યો. ફેન્સીએ કેપ વર્ડેનું બંદરગાહ છોડ્યું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં થઈ, કેપ ઓફ ગુડ હોપની દિશામાં આગળ વધી રહ્યું હતું.ફેન્સીના નાવિકોના મનમાં અન્ન-પુરવઠાને લઈને મુંજવણ હતી, તો કેપ્ટન હેન્રીના મગજમાં પણ એ જ બાબતે અનેક ગણિતીય સમીકરણો આકાર લઈ રહ્યા હતા. જહાજ