નિતુ : ૯૯ (વિદ્યા અને નિકુંજ) વિદ્યાની હાલત નિકુંજ માટે અસહનીય હતી. તે તેની બાજુમાં જઈને બેઠો અને ક્યાંય સુધી પોતાની જાતને વિદ્યાની આ હાલત માટે દોષી માનીને મનમાં અફસોસ કરતો રહ્યો. એ ગમગીનીમાં બેઠો હતો. એવામાં એને વિદ્યાના શરીરમાં હલચલ દેખાય. બાજુમાં ઉભેલી નર્સ ડોક્ટરને આ ન્યુઝ આપવા જતી રહી.વિદ્યાએ ધીમેથી આંખો ખોલી અને સામે નિકુંજ બેઠેલો દેખાયો. એને જોઈ તે ચકિત રહી ગઈ. તે ઉભી થવા માંગતી હતી પણ નિકુંજ સમજી ગયો અને એને રોકી. એના બન્ને હાથ વડે ટેકો આપી ફરી બેડ પર સુવરાવી દીધી. તે તેની સાથે વાત કરવા માંગતી હતી. હાથમાં પરોવેલી બોટલોની નળીયોના ભાર સહિત