સદીઓ પહેલા પણ સિરીયલ કિલરોનો ખૌફ હતોજમાનો આધુનિક થતો ગયો છે તેમ તેમ ગુનાખોરીએ પણ આધુનિકતા ધારણ કરી છે અને ગુનેગારો બદલતા જમાનાની સાથોસાથ તેમની જાતને પણ બદલતા રહ્યાં છે.જો કે સિરીયલ કિલરની વાત કરીએ તો એ આજના જમાનાની સમસ્યા નથી સિરીયલ કિલરની જમાતોએ તો લાંબા સમયથી સભ્ય જગતને હંફાવવાનું કામ કર્યુ છે.આજે જે સિરીયલ કિલર્સ સક્રિય છે તેઓ સાંઇઠનાં દાયકાથી એજન્સીઓનાં માથાનો દુખાવો બની રહ્યાં છે જેમના સુધી કાયદાનાં લાંબા હાથ ટુંકા પડ્યા છે.જો કે આ સિરીયલ કિલર્સ પણ આજનાં જમાનાનાં છે પણ ઘણાં સિરીયલ કિલરોએ આપણાં પુર્વજોને પણ એટલા જ હેરાન પરેશાન કરી નાંખ્યા હતા.આ સિરીયલ કિલરોની કામગિરી