મારી વાત સાંભળીને પપ્પાએ કહયું કે ના મેં વાત નથી કરી. એટલે મેં એમને કહ્યું કે તો પછી વાત કરો અને પછી આ વાતને આગળ વધારજો. પપ્પાએ કહ્યું હું મારા મિત્રને કહીશ. તમે ફરી એક વાર મળજો અને ત્યારે તું વાત કરી દેજે. આ પહેલી વખત હતું કે પપ્પાએ કોઈ વાત જાતે ન કરીને મારી પાસે કહેવડાવી હોય. (પણ મને અત્યારે એટલે કે મારા પચાસ વર્ષ પૂરા થયા ત્યારે ખબર પડી કે પપ્પા હકીકતનો સામનો જાતે કરતા ન હતા ને મારી પાસે કરાવતા હતા, બધું બરાબર થઈ જાય પછી નિરાંતે બેસી જતા). મેં હા પાડી. મને એક એવી આાશા હતી