વાયરસ વિરુદ્ધ જંગ

  • 372
  • 80

૨૨ માર્ચ, ૨૦૧૫. બરાબર દસ વર્ષ થયા. મને યાદ છે દસ વર્ષ પહેલાનો એ દિવસ. મને શરદી થઈ હતી અને લગભગ ચાર દિવસથી હું દવા લેતી હતી. પણ આજના દિવસે ઊઠી ને સવારે મારા થી કંઈ બોલાયું જ નહીં. મારો અવાજ નીકળતો બંધ થઈ ગયો હતો. હું ગભરાઈ ગઈ. મારા સંતાનોને વગ૨ બોલ્યે તૈયાર કરી શાળાએ મોકલી આપ્યા. એમની વાર્ષિક પરીક્ષાઓ ચાલુ હતી. દિકરો અગિયાર સાયન્સની બીજા સેમેસ્ટરની પરીક્ષા આપતો હતો અને દિકરી સાતમા ધોરણમાં હતી. એમના ગયા પછી મેં મારા પતિને ઉઠાડ્યા અને સમજાવ્યું કે મારો અવાજ નથી નીકળતો. એ પણ ગભરાઈ ગયા. ફટાફ્ટ ઘરના કામ પતાવીને અમે મારા