સંઘર્ષ જિંદગીનો - 16 ( છેલ્લો ભાગ )

  • 212
  • 76

( ગયા અંકથી આગળ )    અહીંથી હવે સ્ટોરી એક નવા વળાંક તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ( થોડા વર્ષો બાદ હવે )                 ધીમે ધીમે સમય વીતવા લાગે છે ક્રિના અને અજય મોટા થવા લાગે છે. અજય ભણી ગણીને સારી જગ્યા પર પોતાનું કેરિયર બનાવે છે. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે. અને તેના પરિવારની આર્થિક સ્થિતી હવે ધીમે ધીમે સધ્ધર બનવા લાગે છે. તેની પાસેથી કંપની માંથી મળેલી કાર, બંગલો અને અન્ય ફેસેલીટીસ હતી. તેની પર ભગવાનની જાણે કૃપા ધીમે ધીમે વરસતી હોય તેવું તેને જણાતું હતું. બહેન ક્રિના પણ પોતાના સાસરે સુખે રહેવા લાગે છે.