નામ એમનું રામનાથ.નાનકડા ગામમાં નાની એવી દુકાન.લોકોના કપડાં સીવી ગુજરાન ચલાવવાનું ત્રણ જીવનું. મોટો સૌરભ અને નાની કુસુમ.એની માતા તો બંનેની જવાબદારી રામનાથ ને સોંપી મોટી અનંત યાત્રા પર સિધાવી ચૂકી હતી એ વખતે સૌરભ પાંચ વરસનો અને કુસુમ ત્રણ વરસની. ગામડાનું સાદુ જીવન એટલે દરજીકામની આવકથી સંતોષ મય દિવસો પસાર થતા.રામનાથનું એક જ સપનું હતું સૌરભને ખૂબ ભણાવવો ને "મોટો સાહેબ" બનાવવો. એ સ્વપ્નને સાકાર કરવા રામનાથ દિવસ રાત મહેનત કરતા..આજ કાલ કરતા સૌરભ હવે બારમા ધોરણમાં અને કુસુમ નવમા ધોરણ માં અભ્યાસમાં પહોંચી આવ્યા.સૌરભ પણ પિતાના સ્વપ્ન ને સમજીને યથાર્થ ઠેરવતો હોય એમ અભ્યાસમાં સદાય તેજસ્વી પરિણામ લાવતો