પ્રકરણ - 3જહાજનું નામકરણરાત્રે શું બન્યું હશે એ જાણવાની ઉત્કંઠા સાથે, બીજા દિવસે સવારે ઉતાવળે ઉગેલા સૂરજે જ્યારે ક્ષિતિજ પર ખોડાતાં સાથે જ પોતાની અધખૂલી આંખો વડે આછેરું અંજન પાથરીને પૃથ્વી તરફ જોયું, ત્યારે એ જહાજ ગુલામીની અંધકારમય ઝંઝીરોને તોડીને આઝાદીના આછેરા પ્રકાશ સુધી પહોંચી ગયું હતું. મધદરિયે હંકારાતું એ જહાજ સમુદ્રની લહેરો વચ્ચે જાણે આઝાદીની ખુશીથી ઝૂમી રહ્યું હતું. પવનની લહેરખીઓથી ફરકતા સઢ, પતંગાના પડદાઓ એક આઝાદી ગીત જેવો ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યા હતા, જાણે કે જહાજને નાચવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. જહાજના આગળના પહોળા ભાગ સાથે અથડાતો પવન અને જહાજ સાથે વારંવાર અથડાતી અને શમી જતી લહેરો