પ્રકરણ - ૨ બળવોબપોરનાં ભોજન બાદ, થોડીવાર આડા પડખે થઈ, ઊઠીને એડમિરલ ઓ’બાયર્ન બેઠો બેઠો પાઈપ ફૂંકી રહ્યો હતો. કેબિનના દરવાજા પર ટકોરા પડ્યા અને એક નાવિકનો અવાજ આવ્યો,"અમે અંદર આવીએ, સાહેબ?""જી, ખુશીથી."એડમિરલ ઓ’બાયર્ને અનુમતિ આપી.ત્રણ નાવિકો એડમિરલની કેબિનમાં દાખલ થઈ ઊભા રહ્યા.એડમિરલે તેમને બેસવાનો ઈશારો કરતાં આવવાનું કારણ પૂછ્યું."કંઈ ખાસ તો નહી, પણ ગઈ કાલે આપ સાથે વેતન મુદ્દે થયેલી થોડી બોલાચાલી બદલ અમે શર્મિંદી અનુભવતા હતા. તો!""થાય એવું. તમારી પરિસ્થિતિ હું પણ સમજું છું અને મેં તમારો પક્ષ પણ લીધો હતો, પણ રોકાણકારો પૈસા છૂટા ન કરે ત્યાં સુધી શું કરવું? હું પણ ગડમથલમાં છું.એડમિરલ વચ્ચે જ બોલી