સવાલ થયો ને મનમાં , ઉંડાણથી આગળ સમજીએ. આપણે કહેતા હોઈએ, "બીમારી હાથી વેગે આવે અને કીડી વેગે જાય," એટલે કે, કાંઈક ખરાબ થવામાં એક ક્ષણ પણ ના લાગે, પણ એમાંથી બહાર આવવા માટે સમયની જરૂર પડે. સમય ન આપવાની મુર્ખામી કરતા થોડો સમય આપવો જરૂરી બને. ઘણી બધી ગુંચવણોમાં જવાબ શોધીએ તો પણ ના મળે, ત્યારે સમય પર છોડી અનભુવ કરવાથી કાંઈ ખોટું નથી. સમય આપવો કે નહીં? મારે સમય નથી, સમય વેડફાય નહીં..." – આવું બોલતા લોકો અંદરથી સમસ્યાની મુજવણમાં જ જીવી રહ્યા હોય છે. દુઃખ એક ક્ષણમાં ગાયબ થઈ જતું નથી, તે સમય સાથે ધીમે ધીમે ઓસરતું