તું પહોંચી વળીશ

  • 634
  • 234

જો તમે તમારા આજ સુધીનાં જીવનમાં કોઈપણની સાથે જાણી જોઈને ઈરાદા પૂર્વક કંઈ ખોટું નથી કર્યું, તો પછી તમારે તમારા જીવનમાં જરા સરખી પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પરંતુ આપણો મનુષ્ય સ્વભાવ જ એવો છે કે, એ જે પણ કંઈ સારું ખોટું વિચારે છે, એનો મુખ્ય આધાર એ એની પર રાખતો થઈ ગયો છે કે, જે તે વ્યક્તિની આસપાસ બનતી સારી ખોટી બાબતોને જોઈ, એના પરથી એ પોતાના જીવન વિશે પોતાની રીતે ધારણાઓ બાંધી લે છે, કે ફલાણા સાથે આવું થયું, ને ઢીંકણા સાથે તેવું થયું. ને આવું એક બે લોકો નહીં પરંતુ મોટાભાગના લોકો આ વિચારસરણી ધરાવતા હોય છે. એનું કારણ માત્ર ને માત્ર એટલું