કિંજલ અને સંકેત હજી કઈ સમજે એ પહેલાં તો ક્રિષ્ના કિંજલની માતાના શબ પર ઉભો થઈ કુદવા લાગ્યો, આંખો બંધ કરીને શબ પર ધડાધડ કૂદતા ક્રિષ્નાના ચહેરા પર કોઈ જ પ્રકારના ભાવ નહોતા, પણ એને આમ કુદતો જોઈ કિંજલની આંખો ચાર થઈ ગઈ, સંકેત પણ હતો ત્યાંથી ક્રિષ્ના તરફ દોડયો, ત્યાં બેઠેલા બધા જ અડધી રાત્રે બનેલી આ ઘટનાને જોઈ એકબીજાના મોઢા તાકી રહ્યા હતા, ને જોતજોતામાં જ શબ પર કૂદી રહેલા ક્રિષ્નાએ શબના નાકમાં ખોસેલા રૂના પુમડાં ખેંચી નાખ્યા, આ બધું જોઈ રહેલો સંકેત દોડતો ત્યાં પહોચ્યો અને એણે ક્રિષ્નાને ઉંચકીને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ ક્રિષ્નાનું વજન જાણે