The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 4

  • 310
  • 150

અચાનક સાંભળાયેલા કિંજલના અવાજથી સંકેતના પગ દરવાજા પાસે જ જકડાઈ ગયા,એણે પાછું વળીને કિંજલ સામે જોયું તો એની આંખોમાં હજી એ પ્રશ્ન ડોકાઈ રહ્યો હતો“એ...એ તો...ઊંઘ નહોતી...નહોતી આવતી....તો જરાક બહાર....”સંકેતે કિંજલ સામે જોવાનું ટાળતા કહ્યું પણ એ પહેલાં જ કિંજલ બોલી ઉઠી“જૂઠું બોલે છે તું સંકેત” કિંજલના અવાજની મક્કમતા સંકેતને વધુ અસ્વસ્થ કરી ગઈ પણ એ કઈ જવાબ આપે એ પહેલાં જ કિંજલે એની નજીક આવી એનો હાથ પકડી લેતા કહ્યું“તારા હાથ ધ્રુજી રહ્યા છે સંકેત...એનો સીધો અર્થ છે કે તું જૂઠું બોલી રહ્યો છે”સંકેત કઈ બોલ્યા વગર બસ નીચું જોઈ ગયો એટલે ફરી કિંજલે કહ્યું“બગીચામાં જાય છે ને?” કિંજલના