નિતુ - પ્રકરણ 98

(11)
  • 900
  • 536

નિતુ : ૯૮ (વિદ્યા અને નિકુંજ) "વિદ્યાને લઈ જનાર એ વ્યક્તિ કોણ હતી?" નિતુએ નિકુંજને પૂછ્યું."રમણ.""રમણ? યુ મીન રમણ દેસાઈ, પેલા કોન્સ્ટેબલ?" નિતુએ આશ્વર્યથી પૂછ્યું."હા... એ તેને લઈને સીટી હોસ્પિટલ પહોંચ્યા. બીજે કશે જવાને બદલે ત્યાં જવાનું કારણ હતું કે તેની એ હોસ્પિટલમાં બહુ ઓળખ હતી. સીટી હોસ્પિટલના ચીફ, ડોક્ટર જસવંત રમણના ભાઈ હતા. એટલે વિદ્યાની વાત ડોક્ટરોએ કોઈને ના કરી. તેને હોસ્પિટલ પહોંચાડી રમણ દેસાઈએ મને ફોન કર્યો અને કહ્યું કે એનું એક્સિડન્ટ થયું છે. જાણ થતા હું સીધો જ હોસ્પિટલ પહોંચ્યો."હોસ્પિટલના પેસેજમાં રમણ ઉભેલો અને વિદ્યાનો વોર્ડ શોધતો નિકુંજ ત્યાં આવ્યો. તેને જોતા રમણે શકની નજર કરી અને તેની