ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 33શિર્ષક:- સ્વામી માત્રાનંદજીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 33. "સ્વામી માત્રાનંદજી"હીરા અને રત્નોને જો ધરતી ઉપરથી મેળવી શકાતાં હોત તો તેમનું મૂલ્ય ન રહ્યું હોત. ધરતી ઉપર ઘણા ઊંડા પેટાળમાંથી ઘણું ખોદકામ કર્યુ પછી કદાચ તેમની પ્રાપ્તિ થાય છે. માટી દૂર કરવા તથા પથ્થરોને દૂર કરવા કોદાળીના કેટલાય ટચકા મારવા પડતા હોય છે. માટી અને પથ્થરોને દૂર કરવાની સાધના જ સાધના છે. તેનાથી થાકી જનારા કે ધીરજ ખોઈ બેસનાર હીરાના અધિકારી નથી થઈ શકતા હોતા. જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ, હીરાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્ત્વની છે. પછી તે