મને હજી પણ એમ જ હતું કે પપ્પા અત્યારે મારા લગ્ન માટે ઉતાવળ નહીં કરે કારણ કે હજી ભાઈ સરખી નોકરી નથી કરતો. મમ્મીએ મામાને પણ કહ્યું કે મેં તારા બનેવીને કહ્યું છે કે હવે આના માટે છોકરો જોવાનું શરૂ કરે તો તરત જ મામાએ મમ્મીને કહ્યું મોટીબેન તમે બનેવીને કહેજો કે સારો છોકરો જુએ આ તો તમે જ્યાં કહેશો ત્યાં કરી દેશે એને ગમે છે કે નથી ગમતું કંઈ જ નહીં કહે એટલે સમજી વિચારીને છોકરો જોજો. મામાની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે મામા આટલું સારી રીતે મને ઓળખે છે કે પછી મામાને ખબર હશે કે મને એમના