ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 37મહાનુભાવ:- નીરા આર્ય - ભારતની પ્રથમ મહિલા જાસૂસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનોંધ:- આ લેખની માહિતિ માટે ઘણાં બધાં વેબપેજ વાંચ્યા બાદ જે બે વેંબપેજની માહિતિ વધારે યોગ્ય લાગી એ બંને પેજ મેં અક્ષરશઃ અહીં રજૂ કર્યા છે.નીરા નામનો એક અર્થ અમૃત થાય અને બીજો અર્થ શુદ્ધ જળ થાય. એ રીતે જોઈએ તો નીરા આર્ય ભારતની આઝાદીના સંઘર્ષમાં અમૃતજળ સાબિત થયેલી… આ નીરા આર્ય નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની અને ભારતની પણ પહેલી મહિલા જાસૂસ હતી !નીરા આર્ય મૂળ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકડાની. જન્મતારીખ 5 માર્ચ 1902. કહેવાય છે કે સાત વર્ષની ઉંમરે નીરાનાં માતાપિતાનું મૃત્યુ