સાથી ( કવિતા )

  • 518
  • 124

આત્મા વિશ્વાસથી ભરપુર કવિતા સાથી - આજથી હું મારી સાથે જોડાયો છું હું જ્યારે સૌનો હતો ત્યારે મારું કોણ હતું  ?એની ખબર મને ના પડી પરંતુ જ્યારે ચારે બાજુથી અથડાતા કુટાતા હું બધી જગ્યાએ પાછો પડ્યો એકલો પડ્યો, ત્યારે આમ અચાનક મને એક સાચો સાથી મળ્યો એક એવો સાથી કે જેને આજ સુધી હું નહીં મળીને એનાથી દૂર ભાગીને એને નહીં ઓળખી ને એનું નહીં માનીને હું હંમેશા એને નજર અંદાજ કરતો રહયો છતાંય...છતાંય એતો અઢળક ધીરજ રાખીને પણ આજ સુધી મારી રાહ જોતો રહ્યો કેમકે એને તો ખબર જ હતી કે...અરે ખબર શું  ? એને તો પહેલેથી જ પૂરેપૂરો વિશ્વાસ હતો કે, આજે નહીં તો કાલે મને એના વિના નહીં ચાલે એ સાથી તો હજીએ મારી રાહ જોવા તૈયાર હતો અને પાછી રાહ પણ કેવી  ?એ