અભિષેક - ભાગ 8

(18)
  • 796
  • 1
  • 492

અભિષેક પ્રકરણ 8" જો બેટા ગઈકાલે હું અભિષેકને લઈને સિક્કાનગર આપણા ગુરુજી પાસે ગયો હતો. મેં તારા અને અભિષેક વિશે યોગીજીને પૂછેલું પરંતુ એમણે સ્પષ્ટ કહ્યું  કે અભિષેક માટે બીજું પાત્ર નક્કી થઈ ગયું છે. માટે હવે તું અભિષેક માટે બીજું કંઈ વિચારીશ નહીં. ઋણાનુબંધથી આખું જગત જોડાયેલું છે એટલે જેનું જે પાત્ર હોય એ જ એની સામે આવે છે." યોગીજીને મળીને આવ્યા પછીના બીજા દિવસે ઋષિકેશભાઈ એમની દીકરી શિવાનીને સમજાવી રહ્યા હતા.    ઋષિકેશભાઈ પોતે જ પોતાની ગાયત્રી મંત્રની સાધનાથી આ બધું જાણી ગયા હતા પરંતુ એમણે યોગીજીનું નામ દઈને શિવાનીને વાત કરી કારણ કે શિવાની યોગીજીને બહુ જ માનતી