અભિષેક - ભાગ 7

(25)
  • 1.6k
  • 1
  • 1.1k

અભિષેક પ્રકરણ 7" મારે તમને એક દિવ્ય વ્યક્તિ પાસે લઈ જવા પડશે. તમે તૈયાર છો ? " થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવીને ઋષિકેશ અંકલ બોલ્યા. " જી બિલકુલ તૈયાર છું. મને તો હવે આવી બધી બાબતોમાં બહુ જ રસ પડવા લાગ્યો છે અંકલ. ઋષિકેશ ગયા પછી મને જે પણ અનુભવો થયા છે એ બધા કલ્પનાતિત છે." અભિષેક બોલ્યો. " ઠીક છે તો પછી હું કાલે સવારે મારા એ ગુરુજી સાથે વાત કરી લઉં છું. મેં ગાયત્રી મંત્રની દીક્ષા તો શાંતિકુંજમાં લીધેલી છે પરંતુ યોગેશભાઈ વ્યાસને હું મારા ગુરુજી માનું છું. એ ગુરુતુલ્ય વ્યક્તિ જ છે ! એમને બધા યોગીજી તરીકે જ ઓળખે