અભિષેક પ્રકરણ 6 અંજલીનો મેસેજ આવ્યા પછી અભિષેક શરૂઆતમાં તો ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આવી લાઈફ પાર્ટનર મળે તો જિંદગી રંગીન બની જાય ! પરંતુ અંજલીએ છેલ્લે બે વર્ષના લાંબા ગાળાની વાત કરી એનાથી અભિષેક અપસેટ થઈ ગયો. અંજલી છોકરી ઘણી સારી લાગે છે. એની વાતો પણ દિલના તાર ઝણઝણાવી દે છે. એણે તો મારો પતિ તરીકે સ્વીકાર પણ કરી લીધો. વર્ષોથી મારા પ્રેમમાં પડી હોય એવી રીતે એણે મેસેજ કર્યા ! પરંતુ રેખાના કહેવાથી આટલો જલ્દી લગ્નનો નિર્ણય અંજલી કેવી રીતે લઈ શકે ?અને માનો કે રેખાના કહેવાથી એણે મને જોયા વગર જ લગ્નનો નિર્ણય લઈ લીધો હોય તો