અભિષેક પ્રકરણ 5અભિષેકને એનાં કાન્તાફોઈએ કન્યા જોવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. ફોઈએ એમની કઝીન નણંદની દીકરી રેખા સાથે અભિષેકનું ચોકઠું ગોઠવ્યું હતું. રેખા સાથે મીટીંગ વખતે રેખાએ અભિષેકને જણાવ્યું હતું કે ફોઈએ અભિષેકનો પચાસ હજારમાં સોદો કર્યો હતો. રેખા સાથે અગાઉ છ છોકરાઓ મીટીંગ કરી ચૂક્યા હતા પરંતુ કોઈ જગ્યાએથી હા આવતી નહોતી.રેખા પાસે આટલી રકમની વ્યવસ્થા ન હોવાથી એણે અભિષેકને વિનંતી કરી હતી કે એ રેખાને રીજેક્ટ કરી દે જેથી પૈસા આપવા ના પડે. પરંતુ રેખાની વાત સાંભળીને અભિષેકને એના ઉપર દયા આવી અને લાગણીથી એણે રેખાને હા પાડી. "મારા તરફથી હા છે. હું લગ્ન કરવા તૈયાર છું. અને ફોઈને આપવાના