અભિષેક પ્રકરણ 4બે દિવસની ટ્રીટમેન્ટ પછી શિવાની એકદમ નોર્મલ થઈ ગઈ. નાનકડી પથરી બહાર નીકળી ગઈ. એને ત્રીજા દિવસે બપોરે જ ડિસ્ચાર્જ કરવામાં આવી. " તમે પપ્પાને મળવા ચોક્કસ આવજો અને જ્યારે આવો ત્યારે મને ફોન કરીને આવજો. થેન્ક્સ ફોર ધ કેર." હોસ્પિટલમાંથી વિદાય લેતી વખતે શિવાની બોલી. એ વખતે અનેરી પણ સાથે જ હતી. એના ગયા પછી અભિષેક પોતાના રૂટિન કામે વળગી ગયો. સાંજે છ વાગે નાઈટ ડ્યુટીવાળો ડૉક્ટર આવ્યો એટલે અભિષેકે એને નવા પેશન્ટો વિશે માહિતી આપી અને ઘરે જવા માટે નીકળી ગયો. દિવસ તો હોસ્પિટલમાં ખૂબ સારી રીતે પસાર થઈ જતો હતો પરંતુ મમ્મીના ગયા પછી આવડા મોટા ફ્લેટમાં એકલા એકલા