"સિંગલ મધર"( ભાગ -૫)કિરણે પોતાના પર આવેલા ખોટા ઈમેલ માટે ફરિયાદ કરવા હાઈસ્કૂલમાં જવા નીકળી ગયો.રસ્તામાં એણે જોયું તો પાંચ છ માણસો તમાસો જોતા હતા અને વિડિયો ઉતારી રહ્યા હતા.કિરણને બચાવો બચાવોનો અવાજ સંભળાયો.કિરણોનું ધ્યાન એ તરફ ગયું જ્યાંથી અવાજ આવ્યો હતો.એ જગ્યાએ જ લોકો વિડિયો ઉતારી રહ્યા હતા.કિરણને લાગ્યું કે કોઈ શોર્ટ ફિલ્મ બની રહી હશે.એ એણે બાઈક સાઈડ પર કરી.ને જોવા માટે નજીક ગયો.જોયું તો એ એક આધેડ મહિલાના હાથમાં નાની બેબી હતી અને એના હાથમાંથી એ બેબીને છીનવવા માટે એક યુવાન કોશિશ કરતો હતો. લોકો તમાસો જોઈ રહ્યા હતા પણ મદદરૂપ થતા નહોતા.કિરણનું ધ્યાન એ બેબી અને