તકદીરની રમત - ભાગ 2

  • 760
  • 364

"ઈશ્શુઉઉઉઉઉઉ.....", ક્રિષ્નવીની ચીસ એટલી મોટી અને પીડાદાયક હતી કે ત્યાં હાજર બધાં માણસો સમસમી ગયા. અરે, કઠણ હ્રદયનાં માણસનું પણ હ્રદય પીગળી જાય એટલું દર્દ હતું તેની ચીસમાં."કોઈ, કોઈ...એમ્બ્યુલન્સ ને..", એટલું તો એ માંડ બોલી શકી અને એમ્બ્યુલન્સનાં સાયરનનો અવાજ સંભળાયો.વનરાજ ઈશાનને સોરી કહેવા આવેલો. કારણકે અર્જુનની તબિયત ઠીક ના હોવાથી તે ઈશાનની બર્થડે પાર્ટીમાં આવી શકે તેમ ના હતો.વનરાજે કહેલું કે એમાં કહેવા જવાની શું જરુર, એના ઘણાં ફ્રેન્ડસ હશે, તું નહીં જાય તો કશો ફેર નહીં પડે.ત્યારે અર્જુને ભારપૂર્વક કહ્યું હતું, "ના પપ્પા, ઈશાનને હું એક જ ફ્રેન્ડ છું. એ કહેતો હતો ખબર નહીં કેમ તેની સાથે કોઈની