મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 13

  • 504
  • 188

તખુભાનો ફોન આવ્યો એટલે હુકમચંદ મુંજાયો. ભગાલાલ પોતાને ત્યાં આવ્યો છે એ વાત તખુભાને કોણે પહોંચાડી હશે એનો ખ્યાલ હુકમચંદને આવ્યો નહિ. હવે જો ભગાલાલને લઈને તખુભાની ડેલીએ ન જાય તો કદાચ તખુભા પોતે હુકમચંદના ઘરે આવી ચડવાના હતા. જો એમ થાય તો હુકમચંદની ગોઠવણ બગડી જાય એમ હતું."શું થિયું હુકમચંદજી? કોનો ફોન હતો? તખુભાનો? શું કે સે.." મીઠાલાલે હુકમચંદને મુંજાયેલો જોઈ પૂછ્યું."કોક હરામીનો તખુભા પાંહે જઈને ભસી આવ્યો લાગે છે. તખુભા કે છે કે મેમાનને લઈ ડેલીએ આવો. હવે કેમ કરવું? નહીં જાવી તો તખુભા આંય આવશે." હુકમચંદે મુંજવણ રજૂ કરતા કહ્યું.''અરે એમાં શું મુંજાઈ ગયા હુકમચંદ હાલો ને